વડોદરા : ગોત્રી સરકારી હોસ્પિટલ જેમાં હજારો ગરીબ મધ્યમ વર્ગના અનેક દર્દીઓ સારવાર લેતા હોય છે. પરંતુ,આ દર્દીઓને એક્સપાયરી ડેટવાળા બોટલો ચઢાવવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.એક દર્દીને માલુમ પડતા તેઓની તબિયત વધુ લથડી હતી.જેથી પરિવારજનોએ આ મામલે રજૂઆત કરતા ફરજ પર હાજર મેનેજમેન્ટે નન્નો ભણાવ્યો હતો.જોકે પરિવારજનોએ પ્રસાશન સામે નારાજગી દર્શાવી હતી.