ભુજ: લોરિયા-હનુમાનનગર માર્ગ પર કાર અકસ્માતમાં યુવાનનું મોત
Bhuj, Kutch | Mar 6, 2026 લોરિયા-હનુમાનનગર માર્ગ પર કાર અકસ્માતમાં યુવાનનું મોત ભુજ તાલુકાના લોરિયા અને હનુમાનનગર વચ્ચે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ૩૭ વર્ષીય યુવાન પરેશભાઈ પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે વાહન વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.