ગોધરા: શહેરા ભાગોળ વિસ્તારમાં ખખડધજ માર્ગથી વેપારીઓમાં ભારે રોષ
<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસા બાદ રસ્તો બિસ્માર બની ગયો છે, જેમાં મોટા ખાડા, ઉખડેલા પેચ અને કાંકરા હોવાના કારણે વાહનચાલકો અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. વાહનોના અવરજવરથી કાંકરા ઉડીને દુકાનોમાં પડતા માલસામાનને નુકસાન અને ધૂળથી શ્વાસની તકલીફ સર્જાઈ છે. વ્યસ્ત વિસ્તાર હોવા છતાં મરામત ન થતાં વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને વહેલી તકે કાર્યવાહી ન થ