મુળી: મુળી તાલુકામાં દારૂના વેચાણ મુદ્દે સ્થાનિકોએ પોલીસને આવેદન આપ્યું
મુળી તાલુકામાં દેશી અને વિદેશી દારૂના મોટા પાયે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે જેને સ્થાનિક રહીશો દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરી છે ત્યારે મૂળીના કોરીપરા, દલિતવાસ સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતા દારૂ વેચાણને લઈને મહિલાઓ અને સ્થાનિકો અસુરક્ષિત હોવાના આક્ષેપ સાથે મૂળી પોલીસ મથકે સ્થાનિકોએ આવેદનપત્ર આપી તાત્કાલિક દારૂના હાટડા બંધ કરાવવા માંગ કરી હતી