તારાપુર તાલુકાના જીચકા ગામે પરાળના ગંઠામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 10 હજાર જેટલા પરાળના ગંઠા બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં અંદાજે 10 હજાર જેટલા ગંઠા બળી જવાથી વેપારીને લાખોનું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીમાં ચિંતા વ્યાપી છે.