હાલોલ: હાલોલ MG મોટર્સ પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત ત્રીજા ઇસમનું વડોદરા SSG હોસ્પિટલ ખાતે મોત નીપજ્યુ
હાલોલ MG મોટર્સ કંપની પાસે તા.21 નવેમ્બરના રોજ ટ્રકના ચાલકે બાઈકને અડફેટમા લેતા બાઈક પર સવાર ત્રણ પૈકી બેનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ જયારે અન્ય એકનુ વડોદરા SSG ખાતે મોત નીપજ્યુ હતુ જેમા નગીનભાઈ રાઠવા, રાહુલસીંગ શિવપ્રસાદ સીંગ તેમજ વિજયભાઈ ભોઈ નાઓ વડોદરા તરફથી ગોધરા તરફ બાઈક પર ત્રણ સવારી જતા હતા દરમ્યાન અકસ્માત સર્જાયો હતો જેમા વિજયભાઈ ભોઈને ગંભીર ઈજાઓ હોવાને કારણે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ત્યાં મોત નીપજ્યુ હતુ