ગારિયાધાર: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આજે ફરી એકવાર તંત્રની બેદરકારીનો ભોગ એક નિર્દોષ વાહનચાલક બન્યો હતો! #
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આજે ફરી એકવાર તંત્રની બેદરકારીનો ભોગ એક નિર્દોષ વાહનચાલક બન્યો હતો! ગારીયાધાર-સારીંગપુર વચ્ચેનો જે રસ્તો લાંબા સમયથી ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે, ત્યાં એક ફોર વ્હીલર ગાડીનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક દ્રશ્યો જોતાં જ લોકોના શ્વાસ થંભી ગયા હતા. કાર માર્ગ પરથી નીચે ઉતરીને અડધી જમીનમાં દટાઈ ગઈ હોય તેવું દ્રશ્ય હતું! માત્ર સદનસીબે કારમાં સવાર લોકોને જાનહાનિ થઈ નથી, નહીં તો આજે સારિંગપુરનો આ રસ્તો લોહિયાળ