સાવલી: સાવલી સેવા નિકેતન ખાતે વિજ્ઞાન મેળો યોજાયો
Savli, Vadodara | Nov 29, 2025 સાવલીના સેવા નિકેતન ખાતે વિજ્ઞાન મેળો ભવ્ય રીતે યોજાયો હતો. સાવલી તાલુકા સહીત વિવિધ શાળાઓના કુલ 70 જેટલા વિદ્યાર્થીઓએ મેળામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ 70 જેટલી વિવિધ પ્રકારની વિજ્ઞાન કૃતિઓ અને પ્રોજેક્ટનું આકર્ષક પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.