ગોધરા: LCB પોલીસે વેલકોતર ગામેથી તુફાન ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.૧૫.૭૮ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
પંચમહાલ LCB સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની તુફાન ગાડી (નંબર જી.જે. ૧૭ બી.એચ. ૪૧૩૫) માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ખરોડ તરફથી વેલકોતર ગામ તરફ આવનાર છે. આ બાતમીના આધારે LCB અને રાજગઢ પોલીસ સ્ટાફે ઘોઘંબા તાલુકાના વેલકોતર ગામે ચોકડી ઉપર નાકાબંધી કરી હતી. ચેકિંગ દરમિયાન તુફાન ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયર ટીનના કુલ ૪૪૬૪ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૧૨,૭૮,૪૩૨/- છે. તુફાન ગાડીની કિંમત ₹૩,૦૦,૦૦૦/- ગણતા કુલ ₹૧૫,૭૮,૪૩૨/- નો મુ