જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે ગતરોજ ભવ્ય ‘આહીર રત્ન’ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને તેમના પરિવારનું ગ્રામજનો દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ચાવડા પરિવારે ખડિયા આહીર સમાજની વાડીમાં આધુનિક મેરેજ હોલના નિર્માણ માટે રૂ. 70 લાખના અનુદાનની જાહેરાત કરી સૌના દિલ જીતી લીધા હતા.