ગોધરા: શહેરની જૂની ભાડા મિલકતમાં ગેરકાયદેસર વેચાણ અને બાંધકામના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
ગોધરા શહેરના વોર્ડ-૫ સ્થિત સિટી સર્વે નં. ૪૭૫/બી અને ૪૭૬ની જૂની ભાડાની મિલકતમાં ગેરકાયદેસર વેચાણ, વાણિજ્યિક ઉપયોગ અને બાંધકામના આક્ષેપો સામે આવ્યા છે. રજૂઆતદાર પ્રકાશ કાંજીયાણી મુજબ, આ મિલકત ૧૯૨૦માં માત્ર રહેણાંક માટે ભાડે અપાઈ હતી, છતાં હાલ ત્યાં દવાખાનું ચાલે છે, જે ભાડા શરતોનો ભંગ છે. પ્રાંત અધિકારીના અહેવાલે પણ શરતભંગને માન્યતા આપી છે, છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ છે. આ સંબંધમાં રજૂઆતદારએ તાત્કાલિક તપાસ અને કાનૂની પગલાંની માંગ સાથ