સુરત: શહેરના પાલનપુર વિસ્તારમાં આવેલ સોલિટેર બિઝનેસ પ્લાઝામાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આગની શરૂઆત બિલ્ડિંગમાં આવેલા એક સોફાના ગોડાઉનમાંથી થઈ હતી. સોફાના કાચા માલ અને ફોર્મને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા.