ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોજિત બાળ અધિકાર સુરક્ષા વર્કશોપમાં મોરવા હડફ ધારાસભ્યે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા. પૂર્વ આરોગ્ય મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારે પાલક માતા-પિતા યોજનાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી, જેમાં નાની ઉંમરમાં વિધવા બનેલી અને પુનઃલગ્ન ન કરતી માતાઓને પણ યોજનાનો લાભ મળે તેવી ભલામણ કરી.