સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. ટ્રકે એક-બે નહીં પણ 3થી વધુ કારને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું.3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી,પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી