જૂનાગઢ: તાલુકાના બાદલપુર ગામે યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામે ગ્રામ પંચાયત ઓફિસના કંપાઉન્ડમાં એક યુવાને અગમ્ય કારણોસર દોરડા વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે મરણ જનારનું નામ સમુદ્રસિંગ રામસિંગ રાઠોડ (ઉ.વ. ૨૧) જે મૂળ જલામતી, તા. રાયપુર, જી. ભીલવાડા, રાજ્ય રાજસ્થાનના રહેવાસી હતા. અને અહીં મજૂરી કરવા આવ્યા હતા આ ઘટના અંગે ગામના સરપંચ હરસુખભાઇ ડોબરીયાએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.