હાલોલ: હાલોલના શિવરાજપુર નજીક જિમિરા રિસોર્ટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો,ત્રણ લોકોને પહોંચી ઈજાઓ
હાલોલના શિવરાજપુર નજીક જિમિરા રિસોર્ટ પાસે બે કાર વચ્ચે આજે સોમવારના રોજ અકસ્માત સર્જાયો હતો.એક કાર અને મારુતિ વાન સામસામે ભટકાતા મારુતિ વાનમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી.મારુતિ વાનમાં બે પુરુષ અને એક મહિલા સવાર હતા,જેમા હાલોલના રણછોડનગરમા રહેતા રણજીતભાઈ ચોહાણને પગમાં ફ્રેક્ચર તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.જ્યારે શનાભાઈ નાયકને માથામા સામાન્ય ઈજાઓ નોધાઈ છે. વાનમાં સવાર મહિલાનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે