ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે ₹૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, આ વિકાસ કામોનું શુભારંભ બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના પવિત્ર અને પ્રેરણાદાયી હસ્તે કરવામાં આવ્યું હતું, જેણે સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે