સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ઉગમ ટેક્ષટાઈલ પાસે રૂમમાં મિત્રો અને સંબંધી સાથે રહેતો ૧૬ વર્ષિય જગતકવર નૂરબહાદુર કવર લૂમસના ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. જેનો પરિવાર નેપાળમાં રહે છે. મંગળવારે રાત્રે જમ્યા બાદ તે ઉગમ ટેક્ષટાઈ લના પાંચમા માળની અગાસી પર ગયો હતો, જ્યાં મોબાઈલ પર માતા સાથે વાતચીત દરમિયાન મોબાઈલ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાએ મોબાઈલ લેવા માટે ઈન્કાર કરતાં તેને માઠું લાગી આવ્યું હતું.