ગાંધીધામ: ડીપીએ કંડલાએ ગાંધીધામ મનપા સાથે હાથ મિલાવીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું
ગાંધીધામના 176 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત સમારોહમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) એ મહાનગરપાલિકાને વિવિધ પ્રકલ્પો માટે CSR ફંડમાંથી રકમ ફાળવણીનો મંજૂરીપત્ર સુપરત કર્યો હતો. DPA ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે, DPA ટ્વિન પોર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ સહયોગ હેઠળ હેરીટેજ રોડ ડેવલોપમેન્ટ, લીલાશાહ સર્કલનું ગ્રીન હાઈડ્રોજન પામમર્ક તરીકે નવીનીકરણ અને સ્વચ્છ શહેર અભિયાન માટે 24 મહિના સુધી પૂર્વ ઝોનની સફાઈ માટે DPA સહયોગ આપશે.