દાહોદ જિલ્લાના ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોજે લીમખેડા તથા પીપલોદ–બારીયા માર્ગ વિસ્તારમાં કરવામાં આવેલી અચાનક ચેકિંગ દરમિયાન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ૦૬ ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા હતા.