મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શહેરના અડાજન વિસ્તાર ખાતે આયોજિત ‘ઓલ ઇન્ડિયા કારોબારી સમિતિ’ ની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ બેઠકમાં દેશના 16 જેટલા રાજ્યોના કુલ 44 મેયરો સુરતના મહેમાન બન્યા હતા, જે રાષ્ટ્રીય સ્તરે સુરતને એક મહત્વનું મંચ પૂરું પાડે છે.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મેયરોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મુખ્યમંત્રીએ સુરત શહેરને ‘મિની ઇન્ડિયા’ તરીકે ગણાવીને તેના બહુસાંસ્કૃતિક સ્વરૂપની પ્રશંસા કરી હતી.