ગોધરા: તાલુકાના કબીરપૂર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસ ધ્વારા તપાસ હાથ ધરવામાં આવી
ગોધરા તાલુકાના કબીરપૂર ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાંથી અંદાજિત 30 થી 40 વર્ષના અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ કરી હતી. રામાના મુવાડાના નવનીત મહેરાએ કામે જતાં મૃતદેહ દેખાતા 112 હેલ્પલાઇનને જાણ કરી. સેવાલિયા જનરક્ષક ટીમ અને ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો. પ્રાથમિક તપાસમાં વ્યક્તિ અગમ્ય કારણોસર કેનાલમાં પડી ગયો હોવાનું જણાયું. પોલીસએ એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.