વડોદરા : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરામાં મોટી સફળતા સાપડી છે. SMC એ ડભોઇ રોડ પર આવેલી સોસાયટીમાં ચાલતા દારૂના કટિંગ વખતે જ રેડ કરી હતી.જેમાં દારૂ આપવા આવનાર સહિત બે ઝડપાઈ ગયા હતા. જ્યારે બુટલેગર અને સપ્લાયર સહિત 8 લોકોને વૉન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ પરથી દારૂનો જથ્થો, જેમાં દારૂ ભરી લાવ્યા હતાં તે વાહન સહિત રૂ.15.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે વાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.