નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મોસમ હોટલના દાવત રેસ્ટોરન્ટમાં ગત તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ મેનેજર સાથે માથાકૂટ કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી ઘટનામાં નિલમબાગ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી ભાવનગર અને જસદણના રહેવાસી એવા સોયબ ઉર્ફે બીગડે, અરબાઝખાન પઠાણ, મોઈન પરમાર, શાહરૂખ ઉર્ફે મામા પઠાણ, નદીમ ઉર્ફે અબો લાયજી અને અસ્પાક કુરેશી નામના શખ્સોને કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડ્યા છે.