તા. 09/01/2026 ના રોજ બપોરે એક વાગે ધોળકા ખાતે ચાલતા ફ્રીડમ ડે કેર સેન્ટરના પ્રમુખ ભાવિનભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે હિંમતનગર ખાતે તા. 05 થી તા. 08 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તેમની સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીની ધ્રુમિ ગૌરાંગભાઈ પટેલે 100 મીટર વોક માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવી ધોળકા પંથકનું નામ રોશન કર્યું છે.