ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઉચ્છદ ગામે પી.જી.પી.ગ્લાસ લીમીટેડ સી.એસ.આર સહયોગથી સ્કીલ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉચ્છદ ગામનાં સરપંચ વિજયસિંહ રાજ, પીજીપી સી.એસ.આર હેડ કેતનભાઈ પટેલ, એચ.આર વિભાગના તુષાર દિક્ષિત, શિવાની પટેલ, માયાબેન પટેલ, રાકેશભાઈ પઢિયાર, તથા વિજયભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ તાલીમ કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો .