વડોદરા: દબાણ શાખાનો સપાટો,પ્રતાપનગર સોમા તળાવ માર્ગ પર ઉભા થયેલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું
વડોદરા : દબાણ શાખા પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર ત્રાટકી હતી.આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાના પણ આવેલાં છે.જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં છે.આવા કારખાનેદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી પરત ફર્યા હતા.