અમદાવાદ શહેર: અમદાવાદના ઘુમામાં સાગલ ગ્રુપની અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર જમીન ધસી, સાઇટ પરની ઓફિસ તૂટીને ખાબકી
અમદાવાદના ઘુમા વિસ્તારમાં સાગલ ગ્રુપની મોટી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુરુવારે અચાનક જમીન ધસી પડતાં ત્યાં બનાવેલી સાઇટ ઓફિસ સહિતનું માળખું થોડી જ સેકન્ડમાં ખાબકી ગયું. આ ભયાનક દુર્ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર આજરોજ ગુરૂવારના ચાર વાગે વાયરલ થયો છે....