રાજકોટ પૂર્વ: વ્યાજખોરીના ત્રાસથી આત્મહત્યા કરતા વૃદ્ધને બચાવ્યા:રાજકોટ પોલીસે 5 કરોડની જમીન ખાલી કરાવી પરત અપાવી
વ્યાજખોરોના ત્રાસથી અનેક ઘર પરિવારના માળા વિખેરાય ગયા છે. જો કે, વધુ એક પરિવારનો માળો વિખેરાય તે પહેલા રાજકોટ પોલીસે બચાવી લીધો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાને એક મેસેજ મળ્યો હતો કે, રાજકોટ અને ભાયાવદરમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતા વિશ્વરાજસિંહ ચુડાસમા ઉર્ફે વિસુભાના ત્રાસથી એક વૃદ્ધ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ LCB ટીમને જાણ કરી વૃદ્ધને મદદ કરવા સૂચના આપ્યું હતું.