ધ્રોલ: ધ્રોલ બાવની નદીમાં 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
ધ્રોલમાં આવેલ બાવની નદીમાંથી ૨૪ વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર: આજે સવારના સમયે સ્થાનિક લોકોએ નદીમાં યુવાનનો મૃતદેહ તણાતો જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી: ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો: મૃતકની ઓળખ સુનિલ વિક્રમભાઈ ડાંગર (ઉંમર 24, રોજીયા ગામ) જાણવા મળ્યું: બનાવ પગલે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ