કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાં ડેરીવાળા ફળિયામાં 40 જેટલા ઘર આવેલા છે આ ફળિયામાં છેલ્લા 30 દિવસથી પીવાનું અને રોજિંદા વપરાશ માટેનું પાણી આવતું નથી જેના પરિણામે ગ્રામજનો દ્વારા સરપંચને તેમજ તલાટી કમ મંત્રીને મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરી છે તેમ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ તેઓની કક્ષાએથી લાવવામાં આવતો નથી આજરોજ ગામના યુવાનો દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી તેઓના ફળિયામાં ઉપસ્થિત પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી છ