મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે ભરડાવાવથી ભવનાથ સુધી એસડીએમ , મ્યુનિસિપલ કમિશનર, પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાર્કિંગ વ્યવસ્થા ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે સર્વે કરાયો હતો જ્યારે હવે આગામી સમયમાં સર્વે પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે અને જરૂરી સૂચનો અધિકારીઓએ આપ્યા હતા