વડોદરા: એવી જગ્યા જ્યાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી,વધુ એક અકસ્માતની ઘટના CCTVમાં કેદ
વડોદરા : શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસેના ચાર રસ્તા પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.એક બાદ એક ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત સામે આવ્યા અને આ તમામ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.જ્યારે સતત ચોથા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો.ઈકોના ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા નીચે પટકાયો હતો.જેને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.રાહતની વાત એ છે કે આ તમામ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.