મેંદરડા તાલુકાના સાત વડલા વિસ્તારમાં બે દિવસ પહેલાં એક નરાધમ દ્વારા ગાય માતા પર અપ્રાકૃતિક કૃત્ય (સૃષ્ટિ વિરુદ્ધનું કામ) કરવામાં આવ્યાની ઘટનાને લઈને હિંદુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે વિશ્વ હિંદુ પરિષદ (VHP), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), બજરંગ દળ તથા ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓના આહ્વાન પર મેંદરડા શહેરમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો હતો. સવારથી જ શહેરના મુખ્ય બજારો, દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહ્યા હતા.