માંડવી તાલુકાના શેરડી ગામે 35 વર્ષીય મહિલા અનિતાબેન નથુભાઇ રબારીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. મૂળ મુંદરા તાલુકાના ભોપાવાંઢના હાલે શેરડી રહેતા અનિતાબેન રબારીએ આજે બપોરે બે વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.