હાલોલ: એક ભારત,આત્મનિર્ભર ભારત::સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત હાલોલ વિધાનસભા ખાતે પદયાત્રા યોજાઈ
હાલોલ વિધાનસભા વહીવટી તંત્ર દ્વારા આજે વિધાનસભા મત વિસ્તારની એક ભારત, આત્મનિર્ભર ભારત સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ વી.એમ.શાહ કેમ્પસ ખાતેથી યોજાઈ હતી.ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતા ના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલનો ૧૫૦મી જન્મજયંતિ ની ઉજવણી ના ભાગરૂપે યોજયેલ સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી ઇપ્પલ્લાપલ્લી સુસ્મિતા સહિત ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા