હાલોલના મોટી ઉભરવણ ગામે તા.18 જાન્યુઆરી રવિવારના રોજ પાણીથી ભરેલા ઊંડા કુવામાં એક બળદ અચાનક પડી જતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.બળદના રાડા સાંભળી સ્થાનિક લોકોએ તરત જ ઘટનાની જાણ હાલોલ ફાયર બ્રિગેડને કરી હતી.ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી ઊડા પાણીમાં ઉતરીને બચાવ કામગીરી શરૂ કરી હતી આશરે 3થી 4 કલાકની સતત અને કઠિન મહેનત બાદ ફાયર ટીમ બળદને સહી સલામત રીતે કુવામાંથી બહાર કાઢવામાં સફળ રહી હતી.