જામનગર શહેર: જામનગરના બેડી વિસ્તારમાં જૂથ અથડામણ નો વિડીયો વાયરલ
જામનગરના બેડી વિસ્તારમાં બુધવારે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી અને સામસામે પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો સતત વાઇરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે