ધ્રોલ: RSS ના શતાબ્દી વર્ષનો વિજયાદશમી ઉત્સવ તથા પથસંચલન અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
RSS ના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ધ્રોલ શહેરમાં સતવારા સમાજની વાડી ખાતે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો: આ પ્રસંગે ધ્રોલ સહિત આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા: સ્વયંસેવકોએ પરંપરાગત ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે ધ્રોલના મુખ્ય માર્ગો પર પથ સંચલન કર્યું: