જામનગર શહેર: કાલાવડ નાકા બહાર આવેલ પુલ રીપેરીંગ મુદે કોર્પોરેટરોનો વિરોધ
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ પુલ રીપેરીંગ મુદે કોર્પોરેટરોનો વિરોધ, રસ્તા રોકો આંદોલન કરી વિરોધ વ્યકત કર્યો. પોલીસે આંદોલન શરુ કરતા જ કોર્પોરેટરોની અટકાયત કરી. જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો દ્વારા વિરોધ. પુલને યોગ્ય રીતે રીપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ. કોર્પોરેટર અસલમ ખીલજી અને જેનબ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો.