ગોધરા: વણાંકપૂર ગામ પાસે કારની અડફેટે બાઈકસવાર યુવાનનું મૃત્યુ નિપજ્યું હતુ
ગોધરા તાલુકાના વણાંકપુર પાસે કારની ટક્કરથી બાઈકસવાર યુવાનનું મૃત્યુ થયું. જીતુભાઈ નાયક સહિત ત્રણ મિત્રો લગ્નમાં જતા હતા ત્યારે પુરઝડપે આવેલી કારએ ટક્કર મારી, જેમાં જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું અને અન્ય બેને ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ કારચાલક વાહન મુકીને ફરાર થયો. ભલાભાઈ નાયકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોધરા બી ડિવિઝન પોલીસએ કારના નંબરના આધારે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.