જૂનાગઢ: ઝાંઝરડા રોડ થી ઓઘડનગર સુધી ફેલાયેલ વોકળા પર ગેરકાયદે બાંધકામ ,બિલ્ડરો અને તંત્રની મિલીભગત, બિલ્ડીંગો ખડકી દેવાઈ
ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ શહેર દર ચોમાસે કેમ 'જળબંબાકાર' બને છે? આ કોઈ કુદરતી આફત નથી, પણ સફેદ કોલરધારી બિલ્ડરો અને ભ્રષ્ટ વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવેલું એક કાવતરું છે. તાજેતરમાં ડ્રોન દ્વારા લેવાયેલ તસવીરોમાં જે સત્ય બહાર આવ્યું છે તે હચમચાવી દે તેવું છે નકશામાંથી કુદરતી વોંકળાઓ ગાયબ કરી તેના પર બહુમાળી ઇમારતોના જંગલો ખડકી દેવાયા છે.જૂનાગઢના ઝાંઝરડા રોડથી લઈ ઓધડનગર સુધી ફેલાયેલા વિશાળ કુદરતી વોંકળા પર માથાભારે બિલ્ડરોએ બિલ્ડીંગો ખડકી.