વાલમધામ–ગારીયાધારના આંગણે વાલમપીર બાપાની સમાધી સ્થાને 52 ગજની ધજાનો ભવ્ય ઉત્સવ તારીખ 22 ડિસેમ્બર2025 ને સોમવારે સવારે 11 વાગ્યે વાલમધામ–ગારીયાધાર ખાતે આવેલા વાલમપીર બાપાની પવિત્ર સમાધી સ્થાન મંદિરે બાવન (52) ગજની ધજા ચડાવવાનો ધાર્મિક ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ધજા આરોહણ સાથે વિશેષ પૂજા–અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું