વાવ: વાવ થરાદમાં 29 અને 30 નવેમ્બરે મામલતદાર કચેરીઓ ખાતે મતદાર યાદી સુધારણાની કામગીરી કરાશે
વાવ થરાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આગામી 29 અને 30 નવેમ્બર 2025 ના રોજ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે મેઘા કનેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેગા કનેક્શન દિવસ દરમિયાન 29 નવેમ્બરે બપોરે 12:00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને 30 નવેમ્બરે સવારમાં 10:00 વાગે થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી કામગીરી ચાલશે.