તળાજા શહેરમાં પ્રવેશ માટેના મુખ્ય માર્ગો પર એક જ દિવસમાં એકસાથે બે મહત્વપૂર્ણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શહેરમાં આવન-જાવન કરતા સામાન્ય નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ઈમરજન્સી સેવાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.