પીપલોદ કારગિલ ચોક ખાતે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં પ્લાસ્ટિકનાં એક ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા વેસુ અને મજુરા ફાયર સ્ટેશનોનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગયો હતો,એકાએક આગ ભભૂકી ઊઠી હતી. સ્થાનિકોએ બનાવની જાણ ફાયર કંટ્રોલને કરી હતી. કોલ મળતાની સાથે જ વેસુ તખા મજુરા ફાયર કંટ્રોલનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો.