ગોધરા: ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લાની જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ભાઈઓ અને બહેનોએ તમામ કેટેગરીમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના રમતગમત અધિકારીશ્રી કુ.મયુરબાળા ગોહિલે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા