તારાપુર તાલુકાના જીચકા ગામે આજે ‘લાગણીના વાવેતર’ શીર્ષક હેઠળ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે 115 નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા, જેમાં 45 નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ (ગોકુળ ડેવલપર્સ) પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભરવાડ સમાજના ‘ભામાશા’ વિજયભાઈ ભરવાડ દ્વારા દીકરીઓને કરિયાવરમાં 217 વસ્તુઓ સાથે સુરક્ષા માટે ‘હેલ્મેટ’ અને પવિત્ર ‘ગાય’ ભેટ આપી