હાલોલ: બામરોલી નજીક ઇકો કારને નડ્યો અકસ્માતમ,વડોદરા લઈ જતા મિલન હાલોલ નજીક પહોંચતાજ નીપજ્યુ મોત
બામરોલી નજીક માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યુ છે.રાજસ્થાનના ઉદયપુરથી સુરત જઈ રહેલા એક પરિવારની ઇકો કારને બામરોલી પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાઈ રહી હતી, પરંતુ દુર્ભાગ્યવશ હાલોલ નજીક આજે સોમવારે સવારે પહોંચતાજ તેમનું મોત નીપજ્યું છે. મૃત મહિલાનો દેહ હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યારે અકસ્માતના કારણોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.