સાયલા: સાયલા તાલુકામાં વન વિભાગની કાર્યવાહી 3 હેક્ટર જમીનની પેસ કદમી ખુલ્લી કરી બાઉન્ટ્રી ટ્રેન્ચ નાખવામાં આવી
સાયલા તાલુકામાં વન સંરક્ષણની જમીનમાં મોટાપાયે ગેરકાયદેસર ખોદકામ તેમજ અસામાજિક તત્વો દ્વારા ખેડાણું થતું જોવા મળે છે. ત્યારે જિલ્લા નાયબ વન સંરક્ષક તુષાર પટેલની સુચના તેમજ મુળી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.વી.ગાંગડીયાના માર્ગદર્શન નીચે સાયલા તાલુકાના અલગ અલગ જંગલ વિસ્તારોમાં થયેલ ખેડાણ અને દબાણો હટાવી જંગલની જમીનો ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જેમાં સાયલા તાલુકાના જુના જસાપર ગામની સીમમાં આવેલ વન વિભાગની જમીનમાં અલગ અલગ ખેડૂતો અને શખશો